આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા વરના કાકા ને વરના મામા વરની મા તો લાગે સધ્ધર ઢોલ નગારાને ત્રાંસા વાગે ધૂશળ મૂશળ —– For Listen: Click Here
મસ્તીમાં સૌ છે ગુલતાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
પહેરીને ઉભા જરકસીજામા
જોવા ઉમટ્યું લોક તમામ, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
વાજા વાગે ને ચાલે અધ્ધર
સૌને આપે એ બહુમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
સંગે શરણાઇના સૂર ગાજે
ભલે પધાર્યા આજ મહેમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
સાસુજીએ પોંખ્યા જમાઇ,
નાક તાણી કહે રાખજો ભાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

Post a Comment