માંડવળે રે કાંઇ ઢાળો ને બાજોઠી
માંડવળે રે કાંઇ ઢાળો ને બાજોઠી બંધાવો રે મારે માલાભાઇને છેડે વીરા રે તમે કિયા શે’ર થી આવ્યા વીરા રે તમે કોણ કેરા બેટા બેની રે મારી ——-(?) વીરા રે મેં તો ઘોડિયે ને પારણે દીઠા For Listen: Click Here
કે ફરતી મેલો ને કંકાવટી
તેવાડો રે મારા જાણાપરના જોષી
કે મારે લખવી છે કંકોતરી
કે જાય બેનબા ઘેરે નો’તરે
બેની રે તમે સૂતા છો કે જાગો
તમારે મૈયર પગરણ આદર્યા
કે કિયે શે’ર તમારા બેસણા
બેની રે હું તો મુંબઇ શે’રથી આવ્યો
કે મુંબઇ શે’ર અમારા બેસણા
કે કઇ માતાને ઉદર વસ્યા
બેની રે હું તો મનુભાઇનો બેટો
કે વીરબાઇ માતાને ઉદર વસ્યો
કે આંગણે આવ્યો વીરના ઓળખ્યો
———- (?)
———- (?)
કે રથ ઘોડલિયે વીર ના ઓળખ્યો
વીરા રે મેં તો ઝભલે ને ટોપીએ દીઠા
કે પાઘડી પોશાકે વીર ના ઓળખ્યો

Post a Comment