Wednesday, December 9, 2009
મેં એક બિલાડી પાળી છે
Sunday, December 6, 2009
વિદાય ગીત- દીકરીતો પારકી થાપણ કહેવાય
ગુજરાતમાં કન્યાવિદાય વખતે કદાચ સૌથી વધુ ગવાયેલું આ ગીત… ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ -
Wednesday, December 2, 2009
Recuva recovers files deleted from your Windows computer




જ્યારે આપણે આપણા પીસીમાંથી કેટલીક ફાઈલો કે ફોલ્ડર ડીલીટ કરીએ છીએ ત્યારે તે રીસાઈકલ બીનમાં જતું રહે છે પરંતુ જો રીસાઈકલ બીનને પણ એમ્પ્ટી કરી દેવામાં આવે. અને ફરી એ ડેટા પાછા મેળવવા હોય તો ?
શું તે શક્ય છે ? હા બિલકુલ સંભવ છે. કારણ કે ડેટા રીસાઈકલ બીનમાંથી ઉડાવી દેવામાં આવતા હાર્ડ ડિસ્કને એક સંદેશ જાય છે કે તે આ ડેટાના પાથને રીડ ન કરે. પરંતુ તે ડેટા તેના સ્થાને જ સુરક્ષિત પરંતુ અદ્રશ્ય રહે છે.
ક્યારેક ક્યારેક કોઈ મહત્વપૂર્ણ ફાઈલ ભૂલમાં ડિલીટ થઈ જાય છે, અને ત્યાર બાદ ખૂબ હેરાની અનુભવાય છે. જોકે ડેટા રિકવરીના ઘણા પ્રોગ્રામ ઉપલબ્ધ છે તથા પ્રોફેશનલ સેવાઓ પણ લેવામાં આવે છે.
રેકુઆ ડિલીટ કરેલ ફાઈલોને પાછી ખોજી લાવવામાં સૌથી સરળ માધ્યમોમાંનું એક છે. અહીં ત્રણ સામાન્ય તબક્કાઓ દ્વારા આપ પોતાનો ડેટા પાછો મેળવી શકો છો.
સૌથી પહેલા તમારે તમારી ફાઈલ કયા પ્રકારની હતી તેનું સીલેક્શન કરવાનું છે. દા.ત. ફોટો, વીડિયો, ડોક્યુમેંટ, વગેરે... ત્યાર બાદ તમારે ફાઈલ છેલ્લીવાર ક્યા હતી તેનું સીલેક્શન કરવાનું રહેશે, (કોઈ ફોલ્ડરમાં કે રિસાઈકલ બીનમાં)- ત્યાર બાદ બસ સર્ચ બટન દબાઓ.
જો તમને ફાઈલની અંતિમ લોકેશન યાદ ન હોય તો તમે ડીપ સર્ચ પણ આપી શકો છો.
તમારુ સર્ચ પૂર્ણ થયા બાદ એપ્લિકેશન તમને તમારી ફાઈલ પાછી શોધીને આપી દેશે, કાંતો તમને એ જણાવી દેશે કે તમે આ ફાઈલ પ્રાપ્ત કરી શકશો કે નહી.
Saturday, November 28, 2009
ઇટ્સ ગુજરાત હાઈ-ટેક કોર્ટ
હાઈટેક બનેલી ગુજરાત હાઈકોર્ટમાં નોટિસ બોર્ડ ઉપર કાગળિયા લગાવવાની પ્રથા હવે ભૂતકાળ બની જશે. હાઈકોર્ટે પોતે વિકસાવેલા સોફટવેરની મદદથી હવે ૬૦ એલ સી ડી સ્ક્રીન ઉપર કયો કેસની વિગતો ફલેશ થશે. પોતાનો કેસ ગુજરાત હાઇકોર્ટના વિશાળ કેમ્પસમાં આવેલી ૩૩ અદાલતો પૈકી કઇ અદાલતમાં ચાલી રહ્યો છે તે જોવા માટે અસીલો અને વકીલોએ હવે નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવતા કાગળિયાં પર આધાર રાખવો નહિ પડે. ગુજરાત હાઇકોર્ટ હવે અત્યાધુનિક સર્વર રૂમ અને ૬૦થી વધુ કમ્પ્યૂટરાઇઝ એલસીડી ટીવી સાથે હાઇટેક થઇ રહી છે. અસીલો અને વકીલોની સગવડ માટે હાઇકોર્ટ સંકુલમાં ૬૦ થી વધુ લોકેસન્સ પર એલસીડી ટીવી લગાવવામાં આવશે. કઇ કઇ જગ્યાએ લાગશે એલસીડી...? હાઇકોર્ટની જુદી-જુદી ૩૩ અદાલતો ઉપરાંત એડવોકેટ્સ રૂમ, બારરૂમ, કેન્ટીન, લાઇબ્રેરી, તમામ લોબીઓ અને લેડિઝ રૂમ જેવી વિવિધ ૬૦ થી વધુ જગ્યાઓ પર એલસીડી ટીવી લગાવવામાં આવશે. એલસીડી ટીવી પર દર્શાવવામાં આવી રહેલી માહિતી દરેક જણ દૂરથી સ્પસ્ટ પણે વાંચી શકે તે માટે ટીવી સ્ક્રીનની સાઇઝ ૩૨ ઇંચ રાખવામાં આવશે. કેસની તમામ માહિતી એલસીડી પર... જે તે સમય હાઇકોર્ટની જુદી જુદી અદાલતોમાં ઓન બોર્ડ જે નંબરનો કેસ ચાલતો હોય તે કેસની સંપૂર્ણ વિગત એલસીડી ટીવી પર દર્શાવવામાં આવશે. નેકસ્ટ કયો કેસ બોર્ડ પર આવશે? કયા વકીલે હાજર રહેવાનું છે? અને કયા નંબરની કોર્ટ છે? કયા જજ સાહેબ સામે કેસ રજૂ થવાનો છે? જેવી તમામ વિગતો એલસીડી પર રજૂ કરાશે. જે વકીલોએ એક જ દિવસે જુદા જુદા અનેક કેસોમાં અપિયર થવાનું હોય તેઓ સરળતાથી જણી શકશે કે તેમનો કયો કેસ કયારે બોર્ડ પર આવશે. એલસીડી સુવિધાનો ફાયદો ૬૦૦૦ એડવોકેટ, ૨૪ માનનીય જજીસ અને કોર્ટ સ્ટાફ ઉપરાંત એક લાખથી વધુ અરજદારોને થશે. હાઇકોર્ટે જાતે વિકસાવ્યું સોફટવેર એલસીડી પ્રોજેકટ માટે હાઇકોર્ટના કમ્પ્યૂટર વિભાગે જાતે અધતન સોફટવેર ડિઝાઇન કરીને રૂ. ૧૦ લાખની બચત કરી છે. આ સોફટવેરની મદદથી હાઇકોર્ટની જુદી જદી ૩૩ અદાલતોની માહિતી સર્વર રૂમમાં પહોંચશે અને સર્વરરૂમ આ માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવીને એલસીડી ટીવી પર પ્રસારિત કરશે.
Thursday, November 26, 2009
ચોઘડીયા (Choghadiya)

| વિશેષ-દિવસ અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશઃ સૂર્યોદય અને સૂર્યાસ્તથી થાય છે. દરેક ચોધડિયાનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. સમયપ્રમાણે ચોઘડિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે - શુભ, મધ્યમ અને અશુભ. આમાં અશુભ ચોઘડિયામાં કોઇ પણ નવું કાર્ય કરવાથી બચવું જોઇએ. | |
108 મણકાઓનું રહસ્ય
| |||
Read more...




